વિઝડમ ઈન્ટરનેશનલ
સ્કૂલ
વિઝડમ ઈન્ટરનેશનલ સ્કૂલ એ હંસ ગ્રુપ દ્વારા સંચાલિત એકસર્વોત્તમ અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમ સહ-શૈક્ષણિક અને સ્થાનિક શાળા કામરેજમાં આવેલી છે જેમાં GSEB જેવા અભ્યાસક્રમ મુજબનું શિક્ષણ આપવામાં આવે છે. સર્વોચ્ચ અને શિક્ષિત સમાજનું નિર્માણ કરવું એ મુખ્ય ધ્યેય તરફ શાળા કાર્યરત છે.
શ્રેષ્ઠ શિક્ષણનાં વારસ બની સમાજ અને દેશમાટે પ્રત્યેક બાળક પોતાના મનનો સ્વતંત્ર માલિક બની શકે તેવા સકારાત્મક વિચારથી આપણું બાળક માત્ર ટકાવારીનાં મોહમાં નહી પરંતુ જીંદગીની પરીક્ષામાં “ટકી” શકે તેવી કેળવણીનાં સહારે બાળકમાં જે કાંઇ પણ શ્રેષ્ઠ છે તેને બહાર લાવવાં સતત પ્રયત્નશીલ રહી સર્વાંગી વિકાસનું ભવ્ય વિઝન...
અભ્યાસ કૌશલ્ય
વિદ્યાર્થી ના સર્વાંગી વિકાસ માટે શ્રવણ કૌશલ્ય , વાંચન કૌશલ્ય , લેખન કૌશલ્ય તથા ગણન કૌશલ્ય જેવા અનેક કૌશલ્ય વિઝડમ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શીખવવામાં આવે છે.
અંડર ૭ વંડર ૭
બાળકોની લાગણી અને બુદ્ધિ વિકસાવવાની સાથે સાથે બાળકોમાં વિચાર, સંવેદના, ચેતના તેમજ સભાનતા કેળવાય એ જ તો અંડર ૭ વંડર ૭ શિક્ષણ નો મૂળભુત હેતુ છે.
આઉટડોર ચિલ્ડ્રન પ્લે એરિયા
વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને ઈત્તર પ્રવૃત્તિ માટે ઇન્ડોર તથા આઉટડોર પ્લે એરિયાની ઉત્તમ સુવિધા આપવામાં આવે છે.
વિશાળ પુસ્તકાલય
એક વિશાળ પુસ્તકાલય જ્યાં વિદ્યાથીઓ, સ્ટાફ તથા વિદ્યાર્થીઓના માતા-પિતા પુસ્તકોનો ઉપયોગ કરી શકે છે.
લેબોરેટરી સાધનો
શાળા સંપૂર્ણ સુવિધાયુક્ત, અદ્યતન અને આધુનિક સાધનો સાથે સજ્જ પ્રયોગશાળાઓ ધરાવે છે, જેમાં દરેક પ્રકાર ના લેબોરેટરી સાધનો છે.
આધુનિક કમ્પ્યૂટર લેબ
અમે બાળકો અને સમગ્ર વિશ્વના સમુદાય માટે ઇન્ટરનેટ જોડાણ સાથેના સૌર ઊર્જા સંચાલિત કમ્પ્યૂટર લેબ માટે વિશાળ નેટવર્ક ધરાવીએ છે.
શ્રી અજય પટેલ (ટ્રસ્ટી)
શ્રી હરેશ પટેલ (ઉપપ્રમુખ)
શ્રીમતી હેમલતાબેન પટેલ (ટ્રસ્ટી)
શ્રી કેતન પટેલ (પ્રમુખ)
શ્રી નરેશ લક્કડ (એમ.ડી.)
શ્રી રતિલાલ પટેલ (સ્વપનદ્રષ્ટા)
શ્રીમતી સુરેખાબેન વાધાણી (ટ્રસ્ટી)