About_Us

વિઝડમ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આપનું સ્વાગત છે!

• જે બાળકો માટે મહત્વનું છે •

વિઝડમ ઈન્ટરનેશનલ સ્કૂલ એ હંસ ગ્રુપ દ્વારા સંચાલિત એકસર્વોત્તમ અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમ સહ-શૈક્ષણિક અને સ્થાનિક શાળા કામરેજમાં આવેલી છે જેમાં GSEB જેવા અભ્યાસક્રમ મુજબનું શિક્ષણ આપવામાં આવે છે. સર્વોચ્ચ અને શિક્ષિત સમાજનું નિર્માણ કરવું એ મુખ્ય ધ્યેય તરફ શાળા કાર્યરત છે.


શ્રેષ્ઠ શિક્ષણનાં વારસ બની સમાજ અને દેશમાટે પ્રત્યેક બાળક પોતાના મનનો સ્વતંત્ર માલિક બની શકે તેવા સકારાત્મક વિચારથી આપણું બાળક માત્ર ટકાવારીનાં મોહમાં નહી પરંતુ જીંદગીની પરીક્ષામાં “ટકી” શકે તેવી કેળવણીનાં સહારે બાળકમાં જે કાંઇ પણ શ્રેષ્ઠ છે તેને બહાર લાવવાં સતત પ્રયત્નશીલ રહી સર્વાંગી વિકાસનું ભવ્ય વિઝન...

જ્ઞાનનું જીવન સાથેનું અનુસંધાન સાધી રમત રમતા, પ્રવૃત્તિ કરતા, ભાર વિનાનાં ભણતરનું આયોજન કરવું... શ્રવણ, વાંચન, લેખન, મનન, ચિંતન, સર્જનની પ્રક્રિયા દ્વારા સંપૂર્ણ વિકાસ આધારિત શિક્ષણ પદ્ધતિનો અમલ કરવો... સંસ્કારમાં ભારતીય સંસ્કૃતિનો સ્વીકાર અને વ્યવહારમાં આધુનિક પરિવર્તનને આવકાર આપતા વિદ્યાર્થીઓ તૈયાર કરવા... વિદ્યાર્થીઓ કૌશલ્ય નિર્માણ દ્વારા કારકિર્દી ધડતર તરફ આત્મવિશ્વાસ પૂર્વક આગળ વધે એ માટે અવસરો પુરા પાડવા... સામાજીક જાગૃતિ અભિયાનમાં વિધાર્થીઓની સક્રિય ભાગીદારી દ્વારા જવાબદાર નાગરિકના નિર્માણની ભૂમિકા પૂરી પાડવી...

નેતૃત્વ અને કર્તૃત્વની દીક્ષા લઈ સર્જનશીલ અને પ્રગતિશીલ અભિગમ ધારણ કરી રાષ્ટ્ર અને સમાજને સમર્પિત વિદ્યાર્થીઓનું નિર્માણ કરવું.

વિઝડમ ઈન્ટરનેશનલ સ્કૂલ

01
અભ્યાસ કૌશલ્ય
02
અભ્યાસ સુવિધા
03
અભ્યાસ શક્તિ
04
અભ્યાસ પદ્ધતિ
05
અભ્યાસ સુધારણા
06
અભ્યાસ મૂલ્યાંકન