પૂર્વ પ્રાથમિક શિક્ષણ જેઓએ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખૂબ જ આધુનિક ઢબે પ્રાપ્ત કર્યું હોય તેવા વિદ્યાર્થીઓ માટે ગુણવતા અને સારો શૈક્ષણિક દેખાવ વધુ સારી રીતે શક્ય બની શકશે.
સંશોધન એવું જણાવે છે કે શૂન્ય થી સાત વર્ષ વચ્ચે બાળકનો વિકાસ ખુબ ઝડપી,સરળ અને મહત્તમ થાય છે.બુદ્ધિ અને લાગણીના રસ સમન્વયથી માનવી માનવ બનતો હોય છે .
બુદ્ધિને વધુ તીવ્ર અને લાગણીને વધુ તીવ્ર બનાવવા માટે બાળકને પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે બાલભવન થી ધોરણ ૨ ખૂબ જ સંભાળ પૂર્વક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી આપવું જોઈએ.
બાળકની શિક્ષણ પ્રક્રિયા સહજ ,સરળ, સરસ ,રસભરી, ઝડપી અને વ્યવસ્થિત બનાવી તેના I.Q એટલે કે બુદ્ધિ આંક અને E.Q એટલે કે લાગણીઆંક ને ઊચ્ચ કક્ષાએ લઇ જઈ શકાય છે.
બાળક પાસે અનેકવિધ શક્તિઓ હોય છે એ તેમનામાં આ ઉંમરે સુષુપ્તાવસ્થામાં હોય છે . તેને બહાર લાવવા માટે, ખીલવવા માટે, અને વિકસાવવા માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં વિવિધ રમતો, ગીત-સંગીત, જીજ્ઞાસા, પ્રેરક પ્રશ્નો અને ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ ખુબ જરૂરી છે.
બાળકોની લાગણી એ જ બુદ્ધિ વિકસાવવાની સાથે સાથે બાળકો માં વિચાર, સવેદના, સભાનતા તેમજ ચેતના કેળવાય એજ તો અંડર ૭ વંડર ૭ શિક્ષણની વૈવિધ્યસભર પ્રવૃત્તિનો મૂળભૂત હેતુ, ઉદેશ કે શુભ પ્રયોજન છે.